ચેન્નઈ. ભારતે સોમવારે પોતાનું પહેલું સ્પેસ શટલ લોન્ચ કરી દીધું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નું આ લોન્ચિંગ ઐતિહાસિક છે કારણ કે આ રિયૂઝેબલ શટલ સમગ્રપણે ભારતમાં બનેલું છે. તેને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી સવારે 7 વાગે લોન્ચ કરવામાં આવ્યું હતું. શટલને સ્પેસમાં છોડીને પરત આવશે વ્હીકલ...
- ભારતનું પહેલું સ્પેસ શટલ રિયુઝેબલ લોન્ચ વ્હીકલ-ટેક્નોલોજી ડિમોન્સ્ટ્રેટર (RLV-TD) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.
- આ પહેલીવાર થશે કે શટલને લોન્ચ કર્યા બાદ વ્હીકલ બંગાળની ખાડીમાં બનેલા વર્ચુઅલ રનવે પર પરત આવશે.
- ઇસરોના એન્જિનિઅર્સનું માનવું છે કે સેટેલાઈટ્સને ઓર્બિટમાં સ્થાપિત કરવાનો ખર્ચ ઓછો કરવા રિયૂઝેબલ રોકટ ખૂબ જ કારગત સાબિત થઈ શકે છે.
- દરિયાકિનારાથી આ રનવેને લગભગ 500 કિમી દૂર બનાવવામાં આવ્યો છે.
- રનવે પર આવતી વખતે RLV-TDની સ્પીડ સાઉન્ડથી 5 ગણી વધારે હશે.
- સાયન્ટિસ્ટ્સનું કહેવું છે કે RLV-TDની ડિઝાઈન પાણીમાં તરી શકે તે મુજબ તૈયાર કરવામાં આવી છે.
- વ્હીકલના એડવાન્સ્ડ વર્જનને સ્પેસના મેન્ડ મિશનમાં યૂઝ કરવામાં આવશે.
70 કિમી ઉપર જશે શટલ
- RLV-TDની આ હાઈપરસોનિક ટેસ્ટ ફ્લાઈટ હશે.
- શટલનું લોન્ચિંગ રોકટની જેમ વર્ટિકલ કરવામાં આવ્યું છે.
- તેની સ્પીડ 5 મેક (સાઉન્ડથી 5 ગણું વધુ) હશે. સાઉન્ડથી વધારે સ્પીડ હોવાના કારણે તેને 'મેક' (Mach) કહેવામાં આવે છે.
- શટલને સ્પેસમાં 70 કિમી ઉપર લઈ જવામાં આવશે.
- શટલને સ્થાપતિ કરીને વ્હીકલ 180 ડિગ્રી વળીને પરત આવી જશે.
SUV જેટલું ભારે છે સ્પેસ શટલ
- સ્પેસ શટલનું વજન સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ (એસયૂવી) જેટલું છે.
- મહત્વપૂર્ણ છે કે અનેક દેશો રિયુઝેબલ લોન્ચ વ્હીકલના આઈડિયાને પડતો મૂકી ચૂક્યા છે.
- સાયન્ટિસ્ટસનું માનીએ તો રિયૂઝેબલ ટેક્નોલોજીના ઉપયોગથી સ્પેસમાં મોકલવામાં આવતા પેલોડની કિંમત 2000 ડોલર/કિલો (1.3 લાખ/કિલો) જેટલી ઓછી થઈ જશે.
શું કહે છે સાયન્ટિસ્ટ?
- વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના સાયન્ટિસ્ટ સીવાનના જણાવ્યા મુજબ, હનુમાનની લાંબી છલાંગની દિશામાં આ અમારું પહેલું નાનું પગલું છે.
- RLV-TD અમેરિકન સ્પેસ શટલ જેવું જ છે.
- RLV-TDના જે મોડલનું એક્સપરિમેન્ટ કરવામાં આવશે તે આના કરતા 6 ગણું નાનું છે.
- RLV-TDનું ફાઈનલ વર્ઝન બનવામાં 10-15 વર્ષ લાગશે.
શ્રીહરિકોટા ખાતેથી સવારે 7 વાગે સ્પેસ શટલ લોન્ચ કરવામાં આવ્યું હતું.
15 વર્ષ પહેલા વિચાર્યું હતું, 5 વર્ષ પહેલા શરૂ થયું કામ
- સ્પેસ શટલ માટે 15 વર્ષ પહેલા વિચારણા કરવામાં આવી હતી. પરંતુ સાચા અર્થમાં કામ 5 વર્ષ પહેલા શરૂ થયું હતું.
- 6.5 મીટર લાંબા પ્લેન જેવું દેખાતું સ્પેસક્રાફ્ટનું વજન 1.7 ટન છે.
- તેને એટમોસ્ફિયરમાં સ્પેશલ રોકેટ બૂસ્ટરની મદદથી મોકલવામાં આવ્યું છે.
- સોલિડ ફ્યૂલવાળું સ્પેશલ બૂસ્ટર ફર્સ્ટ સ્ટેજ હશે. તે RLV-TDને 70 કિમી સુધી લઈ જશે.
- ત્યારબાદ RLV-TDને બંગાળની ખાડીમાં નેવિગેટ કરવામાં આવશે.
- સ્પેસ શટલ અને RLV-TD પર શિપ્સ, સેટેલાઈટ અને રડારથી નજર રાખવામાં આવશે.
- જોકે, તેની સ્પીડ સાઉન્ડની સ્પીડ કરતા 5 ગણી વધારે હશે. લેન્ડિંગ માટે 5 કિમી લાંબો રનવે જરૂરી હશે. તેના કારણે તેને જમીન પર નહીં ઉતારવામાં આવે.
સ્પેસ શટલને લોન્ચ કરીને વ્હીકલ બંગાળની ખાડીમાં પરત આવશે.
Comments
Post a Comment