આપણી પૃથ્વી પર સમુદ્રમાં એક એવી જ્ગ્યા છે કે ત્યાંથી પસાર થતા વહાણ કે આકાશમાંથી પસાર થતાં વિમાન અદ્રશ્ય થઈ જાય છે. આ જગ્યાને આપણે બર્મૂડા ટ્રાયએંગલ નામથી જાણીએ છીએ. કેટલાંક લોકો તેને બર્મૂડા ત્રિભૂજ કે ત્રિકોણ પણ કહે છે. આ જગ્યા ઉત્તર પશ્રિમ એટલાંટિક મહાસાગરમાં આવેલી છે. જ્યાં જનારા કોઈ વ્યક્તિ કે વસ્તુ ક્યારેય પરત આવતી નથી, કાયમ માટે અદ્રશ્ય થઈ જાય છે. આ એક સંપૂર્ણ પણે પાકૃતિક રહસ્ય છે તે માનવીય સીમાથી પર છે.
શિવપુરાણમાં ઉલ્લેખ છે કો કોઈપણ ઉર્જા અન્ય કોઈપણ ઉર્જામાંપરિવર્તિત થતી હોય છે આ એક પૂર્ણ પણે આધ્યાત્મિક અદ્રશ્ય ઉર્જા હોય છે. જો પૃથ્વીમાં રહેલી ઉર્જાની વાત કરીએ તો તે આ સ્થાન પર કોઈને કોઈ સ્વરૂપે રહેલી હશે જ.
બર્મૂડા ટ્રાયએંગલને દૈવી શક્તિનો ચમત્કાર માનવામાં આવે છે. અહિં કેટકેટલાં જહાજો ક્યાં ગુમ થઈ ગયાં તે હજી સુધી જાણી શકાયું નથી. દુનિયાભરના શોધકો આખો દરિયો ખૂંદી વળ્યાં પણ નતો આવા જહાજો કે વિમાનો કો તેમનો કાટમાળ હાથ લાગ્યા. જાણે કે પૃથ્વી તેને ગળી હોય તેવું આજ સુધી મનાતું રહ્યું છે.
આ બર્મૂડા ટ્રાયએંગલ દેવી શક્તિ સમાન માનવામાં આવે છે. તોર્વે રામાયણમાં હનુમાનજી જ્યારે લંકાથી સાત યોજન દૂર મહર્ષિ તૃણબિંદુના આશ્રમમાં જઈ પહોંચ્યા તેવો ઉલ્લેખ છે. જ્યારે વાલ્મિકી રામાયણમાં પણ ઉલ્લેખ છે કે લંકા જતા હનુમાનજીને એક લંકિનીએ રોક્યા હતા. હનુમાનજીએ તેને મારીને પછી જ ત્યાંથી લંકા ગયાં હતાં. આ કિંવદંતિ અનુસાર માનીએ તો દરિયામાં કોઈ પ્રકારે હનુમાનજીને અટકાવવામાં આવ્યા હતા. બની શકે એ બર્મૂ્ડા ત્રિભૂજ નજીક પહોંચી ગયા હોય. જો કે ધર્મમાં આનો કોઈ જ ઉલ્લેખ નથી પણ અનેક દશકાથી એવું માનવામાં આવે છે કે સમુદ્ર પાર કરતાં હનુમાનજીને રોકનારા જગ્યા બર્મૂ઼ડા ટ્રાયએંગલ જ હોવી જોઈએ. અથવા મહર્ષિ તૃણબિંદુનો આશ્રમ જ બર્મૂડા ટ્રાયએંગલ હોવી જોઈએ.
Source URL : http://www.sandesh.com/article.aspx?newsid=3312044
Comments
Post a Comment