ભૂતો-પ્રેતો અને તેમની દુનિયા વિશે આપણે અનેક અલગ અલગ ધારણા ધરાવતા હોઈએ છીએ. કેટલાંક લોકોનું માનવું છે કે ભૂતો ડરામણા હોય છે. તો કેટલાંક લોકોનું માનવું છે કે ભૂતોને લાંબા દાંત હોય છે અને લોકોને પરેશાન કરતાં રહે છે. આમછતાં ભૂતોની દુનિયા વિશેની સચ્ચાઈ તો અલગ જ હોય છે. ચાલો આપણે જાણીએ આ વિશે પેરાનોર્મલ સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલું સંશોધન....
આ સંસ્થાના વડાનું કહેવું છે કે નકારાત્મક ઉર્જા જેને લોકો ભૂત-પ્રેત કહે છે, તે વિશે કરવામાં આવેલી શોધમાં તેમણે કેટલીક ભૂતિયા કહેવાતી ઈમારતોમાં સંશોધન કર્યું. તેમણે તે સ્થાનો પર ઉપકરણો લગાવીને જોયું તો ત્યાં નકારાત્મક ઉર્જા મોજુંદ હોવાના સંકેત મળ્યાં. તેમણે સંશોધન દરમિયાન અનેક વાર આ પ્રકારની ઉર્જાનો અનુભવ કર્યો છે.
2. નકારાત્મક ઉર્જાઓને લઈને થયેલી કેટલીક પશ્રિમી શોધમાં જાણવા મળ્યું છે આ ઉર્જા જ્યારે કોઈ આકાર લે છે તો જોનારને તે માનવીના રૂપમાં દેખાય છે. કેટલીકવાર શોધ દરમિયાન કેમેરામાં તેમની ઝલક પણ જોવા મળી છે, પણ તે હમેંશા ભૂતપ્રેત જ હોય તેવું હોતું નથી. ક્યારેક ડાકણ કે પિશાચ કે અન્ય યોનિની ઉર્જા હોવાનું પણ જાણવા મળે છે.
3. હજ્જારોમાં ક્યારેક ક્યારેક એવો કિસ્સો પણ જોવા મળ્યો છે કે જ્યારે કોઈ નકારાત્મક ઉર્જાથી કોઈને નુકસાન પહોંચવાનો ડર રહે. આ વાતનો ઉકેલ કે સમાધાન તમારી આસપાસ સકારાત્મક ઉર્જાને વધારવી તે છે. જો તમારી આસપાસ સકારાત્મક ઉર્જા વધશે તો નકારાત્મક ઉર્જા આપોઆપ દૂર થઈ જશે.
4.કેટલીકવાર જે તે સ્થળે રહેલી નકારાત્મક ઉર્જા અચાનક સક્રિય થઈ જતી હોય છે. ક્યારેક આસપાસ કોઈ હોવાનો આભાસ થાય છે. ભલે સ્પ્ષ્ટ રૂપે ન જોઈ શકાય તેમ છતાં કોઈ ગયું તેવું અનુભવાય છે. કેટલીકવાર આસપાસમાં કોઈ હલચલ મહેસૂસ થવા લાગે છે. કોઈ ન હોય તોય દરવાજા પર કોઈ દસ્તક દેતું હોય તેવું સંભળાય છે. આસપાસની ચીજ વસ્તુઓ પોતાના સ્થાનથી ગાયબ થઈ જાય છે કે અહિં તહિં થઈ જાય છે. ક્યારેક ઘરમાં જાતે જ કોઈ વસ્તુ પડે છે. ક્યારેક રાત્રિના વિચિત્ર અવાજો આવતા હોય છે. આ બધું નકારાત્મક ઉર્જાનો સંકેત આપે છે. આમછતાં કેટલીક વાર આ બધું બીજા કારણે પણ બનતું હોય છે.
5. નકારાત્મક ઉર્જાનો અહેસાસ દરેક વ્યક્તિને નથી થતો. ઉર્જા દરેક વ્યક્તિને પોતાનો અહેસાસ નથી આપી શકતી સિવાય કે તે વ્યક્તિ સાથે કોઈ સંબંધ કે ઋણાનુંબંધ હોય. અથવા જે વ્યક્તિ સારી રિસેપ્ટર હોય એટલે કે જેની વત્તા ઓછા અંશે છઠ્ઠી ઈન્દ્રિય જાગૃત હોય. અથવા જેની ખુબજ હકારાત્મક આભા હોય અને તેને લીધે તે ઉર્જાને તકલીફ થતી હોય તેવી વ્યક્તિને તેનો ખાસ અનુભવ થાય છે. અથવા તો તે વ્યક્તિ પાસેથી તે ઉર્જા કે આત્મા કશુંક ઈચ્છતિ હોય કે મુક્તિ મળે તેવા પ્રયાસો કરે તેમ ઈચ્છતિ હોય તો વ્યક્તિને નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે.
આત્માઓની અવરજવર કે હાજરી માનવી કરતાં કૂતરા બિલાડા જેવા પશુઓને વધું સારી રીતે થાય છે.
Source URL : http://www.sandesh.com/article.aspx?newsid=3290660
Comments
Post a Comment