મોદીએ આપ્યો સરકારના કામનો હિસાબ, બિગ બીએ કરી બેટીઓની વાતભરૂચઃ મુંબઇ-અમદાવાદને જોડતા દેશની ધોરીનસ સમાન નેશનલ હાઇવે નંબર-8 પર ભરૂચમાં નર્મદા નદી પર નિર્માણ પામી રહેલો દેશનો સૌથી લાંબો 1344 મીટર લાંબો એકસ્ટ્રા ડોઝ (કેબલ સ્ટેઇડ) બ્રિજ પૂર્ણતાને આરે પહોંચ્યો છે. એલ અેન્ડ ટી દ્વારા રૂપિયા 379 કરોડના ખર્ચે બની રહેલો નવો હાઇટેક ફોરલેન બ્રિજ આગામી સાત મહિનામાં તૈયાર થઇ જશે. જેને પગલે વર્ષોથી નર્મદા નદી પર જૂના તેમ જ નવા સરદારબ્રિજ પર સર્જાતા ટ્રાફિકજામની સમસ્યાંનો અંત આવશે.
ફોરલેન કેબલ સ્ટેઇડ બ્રિજની કામગીરી 68 ટકા પૂર્ણ
ભરૂચની નર્મદા નદી પર બની રહેલા દેશનાં સૌથી લાંબા અત્યાધુનિક ફોરલેન કેબલ સ્ટેઇડ બ્રિજની કામગીરી 68 ટકા પૂર્ણ થઈ ગઈ છે. બ્રિજના 10 સ્પામ પૈકી હવે માત્ર એક જ સ્પામની કામગીરી બાકી છે. જ્યારે 10 ટાવરોને એકસ્ટ્રા ડોઝ પ્રદાન કરવા કેબલ લગાડવાની કાર્યવાહી પણ 40 ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે. ડિસેમ્બર 2016 સુધીમાં નવો બ્રિજ તૈયાર થઈ જતા વાહનચાલકોની આતુરતાનો અંત આવવા સાથે સરદારબ્રિજ પર 20થી 25 કિમી સુધી જામતો ચક્કાજામ ભૂતકાળ બની જશે. નવા બ્રિજના આરંભ સાથે જ રોજના 24 કલાકમાં પસાર થતા 25000 વાહનો વગર અટક્યે સડસડાટ દોડી શકશે.
સુવિધાઅો
- 4 લેન રોડ 17.4 મીટર
- ફૂટપાથ (રિવર વ્યૂ) 3 મીટર
- ભારવહન ક્ષમતા 70 R IRC મુજબ
- લાઇટિંંગ 1.344 km આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણે
- 400 થી વધુ LED લાઇટ
- 2014 ઓકટોબરે કામગીરી શરૂ
- 2016 ડિસેમ્બરે પૂર્ણ થશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સ્મૃતિ રૂપે બ્રિજનો તસવીરી અહેવાલ અપાશે
ભરૂચમાં રૂપિયા 379 કરોડનાં ખર્ચે સાકાર થઇ રહેલા ભારતનાં સૌથી લાંબા 1344 મીટર એકસ્ટ્રા ડોઝ બ્રિજનો વિશેષ તસવીરી અહેવાલ 27 મે નાં દિવ્ય ભાસ્કરની વડોદરા આવૃત્તિનાં છેલ્લા પાને પ્રસિદ્ધ થતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નોંધ લીધી હતી. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી અહેવાલનાં કટીંગ અને તસવીરો મંગાવાઇ હતી. સોમનાથમાં 2 દિવસીય પ્રવાસે આવનાર કેન્દ્રીય માર્ગ અને પરીવહન મંત્રી નીતિન ગડકરીને આ અહેવાલની તસવીર સ્મૃતિરૂપે અપાશે.
દેશની લાઇફ લાઇન ગણાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-8 પર ભરૂચ પાસે નર્મદા નદી ઉપર સરદારબ્રિજની સમસ્યાંનાં કારણે વર્ષોથી હજારો વાહનચાલકો ટ્રાફિકજામની સમસ્યાંનો સામનો કરી રહ્યાં હતા. સરદારબ્રિજને સમાંતર નવો ફોરલેન બ્રિજ મંજૂર થતા એનએચએઆઇ દ્વારા તેના નિર્માણનો કોન્ટ્રાકટ એલ એન્ડ ટી ને અપાયો હતો. ગુજરાતમાં ગૌરવ સમાન સૌપ્રથમ અને દેશનો સૌથી લાંબો 1344 મીટરનો કેબલ સ્ટેઇડ હાઇટેક બ્રિજનું નિર્માણ શરૂ થઇ હાલ કામગીરી 68 ટકા પૂર્ણ થઇ ગઇ છે.
ગુજરાત અને દેશ માટે નવા નજરાણા સમાન આ બ્રિજનાં વિશેષ અહેવાલ સાથેની તસવીરી સ્ટોરી 27 મે નાં રોજ દિવ્ય ભાસ્કરની વડોદરા આવૃત્તિનાં છેલ્લા પાને પ્રસિદ્ધ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અદ્યતન અને ગુજરાત માટે ગૌરવ લેવા સમાન કેબલ સ્ટેઇડ બ્રિજનાં વિશેષ તસવીરી અહેવાલની નોંધ લઇ તુરંત સીઅેમઓને તેના કટીંગ અને ફોટોગ્રાફસ મંગાવવા સૂચના આપી હતી.
આગામી 30 અને 31 મે નાં રોજ સોમનાથ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા કેન્દ્રીય માર્ગ અને પરીવહન મંત્રી નીતિન ગડકરી આવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં ચાલતા વિકાસની ઝાંખી કરાવવા દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કરેલા ભારતનાં સૌથી લાંબા અને અદ્યતન નજરાણાં સમાન બ્રિજના અહેવાલને સ્મૃતિરૂપે અપાશે. સાથે જ ગોલ્ડનબ્રિજની પણ ચાલી રહેલી કામગીરીનો મુખ્યમંત્રી નીતિન પટેલને ચિતાર આપવાની માહિતી સાંપડી રહી છે. ભરૂચનજીક અવાર નવાર સર્જાતી ટ્રાફિક સમસ્યા સર્જાતાં હાલમા઼ આકાર પામી રહેલા કેબલ બ્રીજની આંકડાકિય માહિતી સાથેનો દિવ્યભાસ્કર દ્વારા તસવીરી અહેવાલ રજૂ કરવામાં ડ0આવ્યો હતો.
Source URL:http://www.divyabhaskar.co.in/news-ht/DGUJ-BHA-OMC-1344-meter-longest-cable-stayed-bridge-of-india-to-be-built-on-narmada-river-5334895-PH.html?seq=1
Comments
Post a Comment