સુરતઃ વરાછાના એ.કે. રોડ પર વીએચપીના વડા પ્રવિણ તાગડીયાના કૌટુંબિક ભત્રીજા સહિત ત્રણની હત્યા કરવામાં આવી હતી. આ ટ્રીપલ મર્ડરના ગુનામાં પકડાયેલી કોમલના ભાઈ ગોલ્ડન સહિત ત્રણને ઝડપી પાડવામાં આવ્યા છે. કોમલના દસ દિવસના રિમાન્ડ મળ્યા છે ત્યારે તેણીના પુત્રને લઈને માતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, પતિએ કંઈ ધંધો કર્યો નહીં અને પુત્ર ઉંધા રવાડે ચડી ગયો ને હવે બાકી હતું તો પુત્રી પણ હત્યામાં સંડોવાયેલી છે.
ટ્રીપલ મર્ડરમાં આરોપી મહિલાના પુત્રને રડતો લઈ તેણીની માતા પહોંચી પોલીસ સ્ટેશન ટ્રીપલ મર્ડરના ગુનામાં પહેલાં ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્ય આરોપી ગૌતમ ગોલ્ડન સહિત વધુ ત્રણને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે એક આરોપી હજું પોલીસ પકડથી દૂર છે. આ આરોપીઓમાંથી એક કાયદાના સકંજામાં આવેલો કિશોર હોય તેને જુવેનાઇલ હોમ મોકલી આપાયો હતો. તેનો કેસ જુવેનાઇલ કોર્ટમાં ચાલશે. જ્યારે ત્રણ આરોપીઓના કોર્ટ દ્વારા દસ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. જેમાં કોમલ ગોયાણી નામની મહિલાનો પણ સમાવેશ થાય છે. જે છેલ્લા ત્રણ દિવસથી જેલમાં છે. જેથી તેનું બે વર્ષનો પુત્ર રડતો હોવાથી કોમલની માતા ભાવનાબેન ગોયાણી વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
Comments
Post a Comment