હાર્દીક પટેલની જેલમુક્તિ માટે જૂનાગઢથી ઉમાધામ ગાઠિલા સુધી પદયાત્રા યોજી હતી
હાર્દીક પટેલ જેલમાં બેઠા - બેઠા અનેક પત્રો લખ્યા છે. હાર્દીક સરકાર અને સમાજનાં આગેવાનોને પત્ર લખી રહ્યો છે.ત્યારે આજે જૂનાગઢ પાટીદાર અનામત આંદોલનનાં કાર્યકરોએ મા ઉમાને પ્રાર્થના પત્ર લખ્યો હતો.જૂનાગઢ નજીક આવેલા મા ધામ ગાંઠિલા સુધી પાટીદાર યુવાનોએ પદ યાત્રા યોજી હતી.જેમા પાસનાં કન્વિનર કેતન પટેલ,અમિત પટેલ,હાર્દીક પટેલનાં કાકા,લલીતભાઇ વસોયા, વિપુલભાઇ પટેલ, બ્રિજેશ પટેલ,રેશ્માબને પટેલ,દિલીપભાઇ સાબવા સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા.
જિલ્લા પાસ કન્વિનર કેતન પટેલે પોતાનાં લોહીથી મા ઉમાને પ્રાર્થના પત્ર લખ્યો હતો. જેમા ઉમાનાં શરણોમાં અર્પણ કર્યો હતો. પાર્થના પત્રમાં લખ્યુ હતુ કે, રાજ રાજેશ્વરી મા ઉમાને અરજ હદયથી કે આંધળી, જાડી ચામડીની માનવાતા વિહોણી ગુજરાતની નિર્દય સરકારને મા આપ સદબુધ્ધિ આપો તેવી દરેક પાટીદાર દિકરાની હદયથી અપીલ છે. સાથે હાલ તંત્રનાં ખોટા આરોપોથી જેલમાં બંધ હાર્દિક પટેલ અને અન્ય સાથીદારોને સહ ઇજ્જત,દોષ મુકત જેલમાંથી છુટે એવી માને હદયથી અરજ કરુ છું. હે મા, હવે તુ જ કલ્યાણ કરી.
Comments
Post a Comment