ગુજરાતીઓને ફરવાનો તો શોખ ઉપરથીજ લઈને આવે છે અને એમાં પણ વેકેશન એટલે ફરવું જ પડે ને... અમદાવાથી મુંબઈ તમે ટ્રેનમાં 6થી 7 કલાકમાં અને પ્લેનમાં 2 જ કલાકમાં પહોંચી જાવ છો. મુંબઈ તો ગુજરાતીઓને પોતાનું જ લાગે પરંતુ આજે આપણે જે વાત કરવાના છે તે સ્થળો છે મુંબઈથી એક કે બે કલાકના અંતરે પહોંચાતા સ્થળોની.
1.અલિબાગ
મુંબઇથી અલિબાગ 92.1 કિમીનાં અંતરે છે જ્યાં તમે 2 કલાકની આસપાસ પહોંચી શકો છો. એક દિવસ માટે આ બેસ્ટ ઓપશન છે. બાઇક પર પણ તમે આ રસ્તે જવાની મજા માણી શકો છો. અહીં એકથી એક ચઢિયાતા સુંદર બીચો છે. આ સિવાય અહીં જોવાલાયક સ્થળોમાં સિદ્ધેશ્વર મંદિર, વિક્રમ વિનાયક મંદિર, કનકાનેશ્વર મંદિર જેવા ધાર્મિક સ્થળો પણ છે.
2.કાસીદ
મુંબઇથી 121 કિમીનાં અંતરે આવેલું છે. એટલે તમને ત્યાં પહોંચતાં 3 કલાકની આસપાસ થાય છે. અરેબિયન દરિયા કિનારે આવેલ આ બીચ પ્રમાણમાં ચોખ્ખોને સુંદર છે. અહીં તમે આરામથી મજા માણી શકો છે.
3.કોલાડ
મુંબઇથી 122 કિમીનાં અંતરે આવેલું છે. જ્યાં તમે 2 કલાકની આસપાસ પહોંચી શકો છો. રાયગઢમાં આવેલ આ નાનકડા ગામ કુંદાલિકા નદી પર હાલમાં જ શરૂ કરવામાં આવેલ રિવર રાફ્ટિંગ અને અન્ય વોટર એક્ટીવિટીના કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વળી અહીં સારા રિસોર્ટ પણ આવેલા છે. તે સિવાય અહીં દેવી કેદાર જનની હિલ, ભીરા ડેમ, કોલાડ ડેમ, સતુરવદી લેક, તાલા ફોર્ટ અને કુડા ગુફાઓ પણ જોવા લાયક છે.
4.ઇગતપુરી
મુંબઇથી 121 કિમીનાં અંતરે આવેલું છે. જ્યાં તમે 2 કલાકની આસપાસ પહોંચી શકો છો. મુંબઇની સૌથી પાસે આવેલું આ હિલ સ્ટેશન લીલાછમ પહાડોનું ઘર છે. વળી અહીં જાણીતી વિપસ્યના આંતરાષ્ટ્રિય એકેડમી પણ આવેલી છે જે જોવા લાયક છે. તમે અહીં ફરશો તો રિફ્રેશ થઈ જશો.
5.કરજત
મુંબઇથી 62 કિમીનાં અંતરે આવેલું છે. જ્યાં તમે 1 કલાકની આસપાસ પહોંચી શકો છો. કરજત પણ સુંદર હિલ સ્ટેશન છે. અહીંનો ભોર ધાટ જોવા લાયક છે. વળી અહીં વિવિધ સ્પોર્ટ ટૂરિઝમ, ફિલ્મોનું શૂટિંગ, સ્પા હોસ્પિટાલિટી પણ થાય છે.
6. દહાનું
મુંબઇથી 141 કિમીનાં અંતરે આવેલું છે. જ્યાં તમે 2થી 3 કલાકની આસપાસ પહોંચી શકો છો.દહાનું એક નાનું કોસ્ટલ ટાઉન છે. તે તેના ટ્રાયબલ ટૂરિઝમ અને રુરલ ટૂરિઝમ માટે વખણાય છે. વળી અહીનું પરનકા બીચ, નરપાડ પાસેનું સાઇ બાબા મંદિર, ચરોટી પાસેનું મહાલક્ષી મંદિર વખણાય છે. તે સિવાય કુર્ઝા ડેમ, ધમની ડેમ, ગંભીર ગઢ, કનેરી ડોનગર પણ જાણીતો છે.
7. બોરડી
મુંબઇથી 156 કિમીનાં અંતરે આવેલું છે. જ્યાં તમે 3 કલાકની આસપાસ પહોંચી શકો છો. અહીંયા જતાં રસ્તામાં મસ્ત ચીકુના ખેતરો આવે છે. અહીંનો બીય પણ સુંદર છે. બોરડી બીચ સિવાય પણ તમે અહીંના હેરિટેજ બંગ્લો અને ચીકુના ખેતરોની મઝા માણી મસ્ત અનુભવ મેળવી શકો છો.
Source URL: http://www.haamegujarati.com/tourismdetail-Travels-News-132
Comments
Post a Comment