અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2016માં લેવાયેલી ધોરણ 10ની પરિક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર પરિણામ જોઈ શકશે. જોકે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા હજુ સત્તાવાર રીતે પરિણામની જાહેરાત કરાશે. જ્યારે માર્કશીટનું વિતરણ 26મીના રોજ કરાશે. સમગ્ર રાજ્યમાં આ વર્ષે 10,38,000 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી.
વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપરાંત www.gipl.net પર પણ પરિણામ જાણી શકશે. પરિણામ આવ્યા બાદ અસંતુષ્ટ વિદ્યાર્થીઓ તારીખ 26મેથી 7 જૂનની વચ્ચે ઓનલાઇન અરજી કરી શકશે. તથા પરિણામ બાબતે કોઇ મુશ્કેલી અંગે ટોલ હેલ્પલાઇન નંબર 1800 233 5500 પર ફોન માર્ગદર્શન મેળવી શકશે.
પ્રથમ વખત 12 સામાન્ય પ્રવાહ કરતા 10નું પરિણામ પહેલાં
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય પ્રમાણે આ વર્ષે ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામની પહેલા ધો.10નું પરિણામ જાહેર કરાયું છે.
ગત વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ તા.4 જૂન,2015ના રોજ જાહેર કરાયેલું જો કે ત્યારે ગુણપત્રકો પણ તે જ દિવસે શાળામાંથી
આપી દેવાયા હતા. જ્યારે આ વખતે ધો.10નું પરિણામ ગત વર્ષની તુલનામાં 11 દિવસ વહેલું છે પણ તે ઓનલાઇન આપવામાં આવશે.
Source URL: http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-AHM-c-69-1294898-NOR.html?seq=2
Comments
Post a Comment