નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારના બે વર્ષ પૂરા થયાની ઉજવણી કરવા માટે દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે પાંચ કલાકના મેગા કાર્યક્રમ આયોજન થયું છે. આ મેગા શોના અંતમાં નરેન્દ્ર મોદી સરકારની બે વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી. આ પહેલા કાર્યક્રમની શરૂઆત અમિતાભ બચ્ચનના કાર્યક્રમથી થઈ. પહેલાં તેમણે સ્પીચ આપી હતી. ત્યારબાદ તેમણે બાળકો સાથે વાતો પણ કરી હતી. રવિના ટંડને પણ 'બેટી બચાવો-બેટી પઢાઓ' અભિયાન અંગે વાત કરી. વિદ્યા બાલને દેશમાં ચાલી રહેલા 'સ્વચ્છતા અભિયાન' અંગેના પોતાના અનુભવો જણાવ્યા. કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ જણાવ્યું કે ગંગા અત્યારે વિશ્વની સૌથી ગંદી નદીઓમાની એક છે. 2018 સુધીમાં એ વિશ્વની 10 સૌથી સ્વચ્છ નદીઓમાની એક હશે. સરકારનો 'જરા મુસ્કુરા દો' સીરિઝ અંતર્ગત આ મેગા શોમાં ઘણાં કલ્ચરલ કાર્યક્રમ થયા.
પીએમએ સરકારની સિદ્ધિઓ અંગે કહ્યું
- સરકારની ઉપલબ્ધિઓ અંગે જણાવતા મોદીએ કહ્યું કે સરકારના કાર્યનું ઘણી જ ઝીણવટપૂર્વક મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
- તેમણે કહ્યું કે ઉધઇની જેમ ભ્રષ્ટાચારે દેશને ખોખલો કરી નાખ્યો હતો. મેં ભ્રષ્ટાચાર વિરુદ્ધ વ્યવસ્થિત રીતે એક પછી એક પગલાં ઉઠાવ્યા છે.
- તેમણે કહ્યું કે, લોકો મને પૂછે છે, 'મોદીજી તમે આટલું સારું કામ કરી રહ્યા છો, તેમ છતાં તમારી ટીકાઓ કેમ થઇ રહી છે?'
શું બોલ્યા અમિતાભ?
- પોતાની સ્પીચમાં અમિતાભે કહ્યું કે, દેશની જનતાને પાછળ ન ધકેલવી જોઈએ, પરંતુ તેને આગળ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણી સંસ્કૃતિમાં મહિલાઓ સૌથી પૂજનીય છે.
- આવો આપણે બધા ભેગા થઈને સંકલ્પ કરીએ કે અબળાની અંદર રહેતી સબળાને ખીલવા દઈએ અને તેને દેશની તાકાત બનવાનો મોકો આપીએ.
- બળનો અર્થ જો પશુ બળ હોય તો સ્ત્રી નબળી છે. પણ જો બળનો અર્થ આત્મબળથી હોય તો પુરુષ ક્યારેય પણ સ્ત્રીની સરખામણી નહીં કરી શકે.
- વિદ્યાર્થિનીઓએ અમિતાભને સવાલ કર્યો કે તમને બિગ બી કેમ કહે છે? અમારે તમારા જેવા બનવું છે.
- આ અંગે અમિતાભે કહ્યું,'કોણ કહે છે કે અમે બિગ બી છીએ? તમે લોકો પણ મોટા છો. જીવનમાં લક્ષ્ય સ્પષ્ટ રાખો.'
- મારા પિતાજી હરિવંશરાય બચ્ચનજીએ એક કવિતા લખી હતી. તેની પંક્તિઓમાં અર્થ છૂપાયેલો છે- “મદિરાલય જાને કો ઘર સે ચલતા હૈ પીનેવાલા, કિસ પથ સે જાઉં અસમંજસ મેં હૈ વો ભોલા-ભાલા, અલગ-અલગ પથ બતલાતે સબ પર મેં યે બતલાતા હૂં, કી રાહ પકડ તું એક ચલા ચલ, પા જાયેગા મધુશાલા.”
ચાઈલ્ડ રિફોર્મ સેશન પછી 3 મંત્રીઓએ જણાવી સરકારની સફળતાઓ
- અમિતાભ બચ્ચનના સેશન પછી ઈન્ડિયન આઈડલ જુનિયર સ્ટાર નાહિદ આફ્રિને 'છોટી સી આશા' ગીત ગાયું.
- સેગમેન્ટમાં મોદી સરકારના ચાર મંત્રીઓએ મહિલાઓ અને દીકરીઓ માટે બનાવેલી યોજનાઓ વિશે માહિતી આપી હતી.
- તેમાં કિરણ રિજ્જૂ, મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી, હરસીમરત કૌર બાદલ અને જગત પ્રકાશ નડ્ડા હાજર રહ્યા હતા.
- વુમન એન્ડ ચાઇલ્ડ અમ્પાવર્મેન્ટ મિનિસ્ટર મેનકા ગાંધીએ આંગણવાડી અને બાળકો રિલેટેડ જાણકારી આપી.
- તેમણે જણાવ્યું કે, 'અમે બાળકોની મદદ માટે ઘણા શહેરોમાં વ્યવસ્થા બનાવી છે. બેઘર બાળકો 1098 પર કોલ કરીને મદદ લઇ શકે છે. ફેબ્રુઆરીમાં 13 લાખ અને માર્ચમાં 10 લાખ બાળકોની મદદ કરી છે.'
- હેલ્થ એન્ડ ફેમિલી વેલફેયર મિનિસ્ટર જે પી નડ્ડાએ સરકારના ઇન્દ્રધનુષ મિશન અંગે જાણકારી આપી.
- તેમણે કહ્યુ, 'આ મિશનનની મદદથી અમે બાળકોનું ટીકાકરણ કરી રહ્યા છે. અત્યાર સુધી અમે 496 જિલ્લાઓને કવર કર્યા છે. 1 કરોડ 62 લાખ ટીકાકરણ કરવામાં આવ્યા છે.'
- મિનિસ્ટર ઓફ હોમ સ્ટેટ હોમ મિનિસ્ટર કિરજ રિજિજૂએ પૂર્વોત્તરની મહિલાઓના વખાણ કર્યા અને નિર્ભયા ફંડ ઉપર જાણકારી આપી.
બેટી બચાઓ અને બેટી બઢાઓ યોજનાને અપાયું પ્રોત્સાહન
મેનકા ગાંધી, હરસીમરત કૌર બાદલ, જગત પ્રકાશ નડ્ડા, રવિના ટંડન, મેનકા ગાંધીએ 'બેટી બચાઓ અને બેટી બઢાઓ' યોજના વિશે વાત કરી હતી. તેમાં રવિના ટંડને કેવી રીતે બે દીકરીઓને દત્તક લીધી અને કેવી રીતે તેમનો ઉછેર કર્યો તે વિશેની વાત કરી હતી.
વિદ્યા બાલને સ્વચ્છતા અભિયાન વિશે કરી વાત
- 'સ્વચ્છતા અભિયાન' સાથે જોડાયેલી વિદ્યા બાલને આ અભિયાન અંગે તેમ જ પોતે તેની સાથે કેવી રીતે જોડાઇ તે અંગે પણ જણાવ્યું હતું.
- નોંધનીય છે કે વિદ્યા 'સ્વચ્છતા અભિયાન' અંતર્ગત શૌચાલયો બનાવવાની સરકારની યોજનાને પ્રમોટ કરે છે.
- તેણે મેગા શૉમાં જણાવ્યું કે એકવાર તે વારાણસી નજીકના એક ગામમાં જતી હતી ત્યારે તેણે ત્યાં ટોઇલેટ ન હોવાના કારણે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
- તે બનાવના બે મહિના બાદ તેને આ અભિયાન સાથે જોડાવાની ઓફર થઇ હતી, જે તેણે તરત સ્વીકારી લીધી હતી.
- રવિનાએ ખુદ બે દિકરીઓ અડોપ્ટ કરેલી છે. તે સમાજના અનાથ બાળકો માટે પણ કામ કરી રહી છે.
-'સ્વચ્છ ભારત' અભિયાનનું થીમ સોંગ ગાનાર કૈલાશ ખેર પણ આ મેગા શોમાં હાજર હતા
- સ્વચ્છ ભારતના સેગમેંટ બાદ ઇવેન્ટમાં વીજળ પર વાત કરવામાં આવી.
- આ સેગમેંટમાં સરકાર તરફથી રામ વિલાસ પાસવાન, માયનોરિટી અફેયર્સ મિનિસ્ટર નજમા હેપ્તુલ્લા, રાજ્યકક્ષાના નાણાપ્રધાન જયંત સિન્હા, દિલ્હીના સાંસદ મનોજ તિવાર હાજર રહ્યા.
સરકારની આ યોજનાઓ પર રહેશે ફોકસ
- સ્વચ્છ ભારત અભિયાન, ડિજિટલ ઈન્ડિયા અને રુરલ ઈલેક્ટ્રિફિકેશન જેવા ઈવેન્ટ પર ખાસ નજર રહેશે.
- પ્રોગ્રામમાં સરકારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને લઈને તેનાથી સંકળાયેલા એમ્બેસેડર દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરવામાં આવશે.
પ્રોગ્રામથી સંકળાયેલી મહત્વપૂર્ણ બાબતો
- ધ ટેલીગ્રાફના રિપોર્ટ મુજબ, મોદી સરકારના બે વર્ષ પૂરા થવાના ઉત્સવ પર જે એડ આપવામાં આવી રહી છે તેના પર લગભગ 100 કરોડ રૂપિયા ખર્ચ થયો છે.
- આમાંથી 85 કરોડ રેડિયો અને ટીવી એડ પર જ્યારે 18 રૂપિયા પ્રિન્ટ મીડિયા એડ પર ખર્ચ કરવામાં આવ્યા. અરવિંદ કેજરીવાલ આ મુદ્દે મોદી સરકારને ઘરી ચૂકી છે.
- ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રીમાં રાજ્યમંત્રી રાજ્યવર્ધન સિંબ રાઠોડે કેજરીવાલના આરોપોને ખોટા જણાવ્યા.
- ગયા મહિને પીયુષ ગોયલ, નિતિન ગડકરી, વેંકૈયા નાયડૂ અને રાઠોડે આ પ્રોગ્રામની તૈયારી માટે મીટિંગ પણ કરી હતી.
- પ્રોગ્રામની ડિઝાઈન બીજેપના ઈનહાઉસ ક્રિએટિવ હેડ વાણી ત્રિપાઠી અને સેન્સર બોર્ડના મેમ્બર રોશન અબ્બાસે તૈયાર કરી છે.
- આ પ્રોગ્રામથી પ્રાઈવેટ મીડિયાને દૂર રાખવામાં આવ્યું છે.
- મળતી માહિતી મુજબ પ્રોગ્રામમાં સામેલ થનારા સ્ટાર્સને કોઈ પેમેન્ટ આપવામાં નથી આવ્યું.
10 સેગમેંટમા કરાયા પ્રોગામો
- પ્રોગામોને 10 સેગમેંટમાં ડિવાઇડ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અલગ-અલગ ફિલ્ડમાં સરકાર દ્વાર હાથ ધરાયેલ પગલાઓ પર મિનિસ્ટ્રી તરફથી પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યા.
- પ્રોગામની શરૂઆત મોદી સરકારની અચીવમેન્ટ્સ ગણાવી રહેલ થીમ સોંગ 'મેરા દેશ બદલ રહા હૈ... આગે બઢ રહા હૈ' થી કરવામાં આવી.
- બીજા તબક્કામાં શોર્ટ ફિલ્મ દ્વારા અલગ-અલગ મિનિસ્ટ્રીના પ્રોજેક્ટ, સ્કીમ અને ઉપલબ્ધીઓ બતાવવામાં આવી.
- દિલ્લી સીવાય દેશના બીજા 6 શહેરોમાં આવા પ્રોગ્રામો થયા. તેમાં સિલોંગ, મુંબઇ, વિજયવાડા, જયપુર,કરનાલ અને અમદાવાદનો સમાવેશ થયા છે.
Source URL : http://www.divyabhaskar.co.in/news-ht/NAT-2nd-yr-anniversary-event-of-modi-govt-on-28th-at-india-gate-5335538-PHO.html
Comments
Post a Comment