ગુજરાત લાયન્સના મનમોજી ખેલાડી ડ્વેન બ્રાવો પર ઇન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝનમાં આચાર સંહિતાના ઉલ્લંઘન પર મેચ ફિમાંથી 50 ટકા રકમનો દંડ કરવામાં આવ્યો છે.
શનિવારે ગુજરાત લાયન્સે મુંબઇ ઇન્ડિયન્સને હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધું છે. આ મેચમાં ચેમ્પિયન બોય બ્રાવોએ એવી હરકત કરી હતી જેના કારણે દર્શકો સ્તબ્ધ થઇ ગયા હતા.
13.5મી ઓવર બ્રાવો નાખી રહ્યો હતો અને તેણે શાનદાર કેચ કરીને બટલરને આઉટ કર્યો. બટલર જ્યારે પેવેલિયન જઇ રહ્યો હતો ત્યારે બ્રાવોએ તેની પાછળ હાથ લગાવ્યો.
સમગ્ર ઘટનાને મેચ રેફરીએ ધ્યાનમાં લીધી અને વિપક્ષી ખેલાડી સાથે જાણી જોઇને મજાક ઉડાવવા માટે તેના પર આચાર સંહિતાનો આરોપ લગાવ્યો હતો. આવી વાતમાં મેચ રેફરીનો નિર્ણય અંતિમ હોય છે. માટે તેની 50 ટકા મેચ ફી કાપી લેવાનો દંડ ફટકારવામાં આવ્યો.
નોંધનીય છે બ્રાવો બટલરને આઉટ કર્યા બાદ પોતાના દેશના ખેલાડી પોલાર્ડ સાથે પણ બાખડ્યો હતો. શરૂઆતમા લોકોને મજાક લાગતી હતી પરંતુ જ્યારે પોલાર્ડે બેટ ઉગામ્યુ ત્યારે વાતાવરણ ગરમ થઇ ગયું હતું.
Source URL : http://www.sandesh.com/article.aspx?newsid=3312348
Comments
Post a Comment