ગુજરાતના પ્રસિદ્ધ અને લોકપ્રિય લોકગાયિકા દિવાળીબહેન ભીલનું આજે 86 વર્ષે તેમના જૂનાગઢ ખાતેના નિવાસસ્થાને નિધન થઈ ગયું છે. દિવાળીબહેન લોકગાયિકા તરીકે તો લોકપ્રિય હતા જ પણ તેઓ અનેક ફિલ્મોમાં પણ ગીતો ગાઈ ચૂક્યા છે. ગુજરાતના લોકસંગીતને પુન:જીવીત કરવાના યોગદાન બદલ ભારત સરકારે તેમને 1991માં પદ્મશ્રી અવોર્ડથી સન્માનિત પણ કર્યા હતા.
દિવાળીબેન લાંબા સમયથી બીમાર હતા. ગુજરાતના પહેલા મહિલા લોકગાયિકા તરીકે પ્રખ્યાત દિવાળીબેન ભીલ તેમના અનોખા અવાજ માટે જાણીતા હતા. દિવાળીબેન ભીલે 1970 અને 1980ના દાયકામાં ગુજરાતી ફિલ્મોમાં અનેક લોકપ્રિય ગીતો ગાયા છે. અવિનાશ વ્યાસના સંગીતમાં તેમણે ગાયેલા ગીતો યાદગાર બની ગયા છે. તેમના યાદગાર ગીતોમાં ‘પાપ તારુ પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ’, ‘સોના વાટકડી કેસર ઘોળ્યા વાલમિયા’, ‘મારે ટોડલે બેઠો મોર ક્યા બોલે’, ‘હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી’ વગેરેનો સમાવેશ થાય છે.
Source URL: http://sandesh.com/article.aspx?newsid=3291013
Comments
Post a Comment