- આજે ૪૬ ડિગ્રી સુધી પારો પહોંચી શકે છે, રેડ એલર્ટ જારી
- પાંચ શહેરમાં પારો ૪૪ ડિગ્રીને પાર
આવતા સપ્તાહથી ગરમીમાં તબક્કાવાર ઘટાડો શરૃ થઇ જશે : હવામાન વિભાગની આગાહી
અમદાવાદ, શુક્રવાર
અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલી રેકોર્ડબ્રેક ગરમીમાંથી આજે પ્રમાણમાં આંશિક રાહત નોંધાઇ છે. જેમાં ૪૪.૬ ડિગ્રી સાથે અમદાવાદ સતત બીજા દિવસે રાજ્યનું 'હોટેસ્ટ સિટી' બની રહ્યું હતું.
આમ, ગુરુવારની સરખામણીએ આજે અમદાવાદની ગરમીમાં ૩.૪ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં ગુરુવારે ૪૮ ડિગ્રી ગરમી નોંધાઇ હતી, જે છેલ્લા ૧૦૦ વર્ષમાં શહેરમાં નોંધાયેલું સૌથી વધુ સરેરાશ મહતમ તાપમાન હતું. અમદાવાદની હવામાન કચેરીના જણાવ્યા અનુસાર 'અરબી સમુદ્રના ભેજયુક્ત પવનથી ફક્ત સૌરાષ્ટ્રના વિસ્તારો જ નહીં, સમગ્ર રાજ્યની ગરમીમાં આવતા સપ્તાહથી તબક્કાવાર ઘટાડો થતો જશે. ભેજના કારણે પરસેવો થવાનું પ્રમાણ વધી શકે છે. મંગળવાર સુધીમાં અમદાવાદનું સરેરાશ મહતમ તાપમાન ૪૧ ડિગ્રી સુધી આવી જશે.'
આજે સવારથી વાતાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાઇ કાંઠા વિસ્તારમાં અચાનક વરસાદી માહોલ સર્જાયો છે. ગીર-ગઢડામાં વાદળો છવાતા ગરમીમાં ઘટાડો નોંધાયો હતો. શનિવારે અમદાવાદનું તાપમાન ૪૬ ડિગ્રીએ પહોંચે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે, જેના લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલી છે. હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થા એક્યુવેધરના અનુસાર અમદાવાદમાં આગામી મંગળવાર સુધી ૪૪થી ૪૬ ડિગ્રી સુધી ગરમી રહેશે. આ ઉપરાંત તેમના દ્વારા રજૂ કરાયેલી માહિતી અનુસાર અમદાવાદમાં શુક્રવારે સાંજે ૫ઃ૦૦ વાગે સૌથી વધુ ૪૭ ડિગ્રીએ પારો પહોંચ્યો હતો.
Source URL : http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad-gujarat-summer-heat8923

રાજ્યમાં ક્યાં કેટલી ગરમી?
શહેર | ગરમી |
અમદાવાદ | ૪૪.૬ |
ગાંધીનગર | ૪૪.૫ |
અમરેલી | ૪૪.૪ |
ઈડર | ૪૪.૨ |
કં. એરપોર્ટ | ૪૪.૦ |
ભાવનગર | ૪૩.૧ |
રાજકોટ | ૪૩.૦ |
સુરેન્દ્રનગર | ૪૩.૦ |
ડીસા | ૪૨.૮ |
વ.વિદ્યાનગર | ૪૨.૬ |
વડોદરા | ૪૨.૦ |
ભુજ | ૪૧.૩ |
સુરત | ૩૪.૨ |
અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમીનું અનુમાન
તારીખ | હવામાન વિભાગ | એક્યુવેધર |
૨૧ | ૪૬.૦ | ૪૬.૦ |
૨૨ | ૪૪.૦ | ૪૬.૦ |
૨૩ | ૪૩.૦ | ૪૫.૦ |
૨૪ | ૪૨.૦ | ૪૪.૦ |
૨૫ | ૪૧.૦ | ૪૪.૦ |
Comments
Post a Comment