'પ્રેમ, હાસ્ય, ભયાનકતા, રહસ્યમયતાનો નીચોડ એક જ ફિલ્મમાં રજૂ થયો હોય તેવી આ કદાચ પ્રથમ ગુજરાતી ફિલ્મ હશે' તેમ મુલાકાત દરમિયાન '૧૬-ફાઈટ અગેઈન્સ્ટ રેગિંગ' ફિલ્મના મુખ્ય પાત્ર 'રૂદ્ર'નો અભિનય સંભાળના સંજય મૌર્યએ જણાવ્યુ હતું.
મૂળ યુપીના છતા ગુજરાતી ભાષા અને માહોલને આત્મસાત કરી લેનાર સંજય મૌર્યએ જણાવેલ કે હું આ પહેલા પાંચેક ફિલ્મો કરી ચૂકયો છું, પરંતુ '૧૬ ફાઈટ અગેઈન્સ્ટ રેગિંગ'માં જે હોરરની અનુભૂતિ કરી છે તેવી કયારેય કરી નથી. એક એક લોકેશનની પસંદગી માટે ખૂબ કાળજી લેવામાં આવી છે.
લીડીંગ વિલનનો રોલ કરનાર મૂળ રાજકોટના જ એવા સમીર ત્રિવેદીએ જણાવેલ કે, આમ તો આ મારી પ્રથમ ફિલ્મ છે. આ પહેલા શોર્ટ ફિલ્મ અને અનેક વિડીયો સોંગ, આલ્બમ કરેલ છે. મારી ટેલેન્ટ બતાવવા મે પુરતો પ્રયાસ આ ફિલ્મમાં કર્યો છે.
સાઈડ હિરોઈનનો રોલ કરી રહેલ દીપાલી ઠક્કરે જણાવેલ કે મે મારી કારકિર્દીની શરૂઆત મોડેલીંગથી કરી હતી અને હવે અભિનય ક્ષેત્રને અજમાવ્યુ છે. આ પહેલા એક હિન્દી ફિલ્મ કર્યુ છે, પરંતુ ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની મને ખૂબ મજા આવી.
ફિલ્મના દિગ્દર્શક લખધીરસિંહ એન. જાડેજાએ જણાવેલ કે, આમ તો બિગ સ્ક્રીન પર ડીરેકટ થયેલી આ મારી પ્રથમ ફિલ્મ છે. અમોએ અમદાવાદ, રાજકોટ, કચ્છમાં એડીશન કરીને ચુનંદા કલાકારોને તક આપવા પ્રયાસ કર્યો છે.
ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરવા માટે ઘર-પરિવાર છોડીને મોટા શહેરોમાં જતા વિદ્યાર્થીએ કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તે બતાવવા અમે પ્રયાસ કરેલ છે. રેગિંગની શું અસરો થાય છે, કેવી બરબાદી નોતરે છે? તેની ભયાનકતા આ ફિલ્મમાં દર્શાવવા પ્રયાસ કર્યો છે. મોટાભાગનું શૂટીંગ કચ્છમાં આટોપાયુ છે. જેમા બે ગીતોનો પણ સમાવેશ છે. પુરૂ ફિલ્મ કાલ્પનીક છે.
કોમેડી, હોરર, રેગિંગ, લવ સ્ટોરી, સસ્પેન્શન એમ દરેક પાસાઓને વણી લઈ ગુજરાતી ફિલ્મ જગતને એક અનોખી ભેટ આપવા અમારી ટીમે દીલ રેડીને કામ કર્યુ છે તેમ અનહદ ખુશી વ્યકત કરતા શ્રી એલ.એન. જાડેજાએ જણાવ્યુ હતું.
ગુલાબ પ્રોડકશનના નવીન હરદિયા અને વિજય બલદાડીયાની આ અર્બન ગુજરાતી હોરર થ્રીલર ફિલ્મ આગામી તા. ૨૦ના ગુજરાતના તમામ મલ્ટીપ્લેકસ સિનેમા ઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે.
મુખ્ય હિરોઈનના રોલમાં મીની રાવલે કામ કર્યુ છે, તો અન્ય કલાકારોમાં યુવરાજ ગઢવી, નીકીતા સોની, શ્રધ્ધા પંચાલ, સંદીપ પ્રજાપતિએ અભિનયના ઓજસ પાથર્યા છે. સંગીત મયુર સોનીએ આપ્યુ છે.
હાલ એક પછી એક ગુજરાતી ફિલ્મો સફળ થઈ રહી છે ત્યારે એ જ ટ્રેન્ડમાં કોલેજ લાઈફને પ્રદર્શિત કરવા જઈ રહેલ આ ફિલ્મને દર્શકો અચુક વધાવી લેશે. તેવો આશાવાદ ગુલાબ પ્રોડકશનના નવીન હરદિયાએ વ્યકત કરેલ.
Source URL: http://www.haamegujarati.com/top-newsdetail-Gujarati-Movie-266
Comments
Post a Comment