ગીર સોમનાથ જિલ્લાના નાથડ ગામે પાણી ભરેલા 100 ફૂટ ઉડા કુવામાં દીપડો ખાબકયો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે જશાધાર વન વિભાગની રેસ્કયુ ટીમે દિલધડક રેસ્કયું બાદ દીપડાને જીવીત બહાર કાઢવામાં આવ્યો છે.
જેમાં વન વિભાગની રેસ્કયુ ટીમના પ્રતાપસિંહે ખાટલા પર બેસી કુવામાં ઉતર્યા હતા, અને 2 કલાકની જહેમત બાદ દીપડાને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
મહત્વનું છે કે, નાથડ ગામે દીપડો કુવામાં ખાબકીયાનાં સમાચાર મળતા ગ્રામજનો દીપડાને નિહાળવા પહોચ્યા હતા. જેના કારણે વન વિભાગને રેસ્કયુમાં અડચણો ઉભી થઇ હતી, અંતે ઉના પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ આવ્યા બાદ લોકોની ભીડને કુવાથી દુર કરવામાં સફળતા મળી હતી, અને દીપડાને જીવીત બહાર કઢાયો હતો.
Source URL: http://vtvgujarati.com/news.php?id=20539

Comments
Post a Comment