રાયપુર : આઈપીએલ-9માં પ્લેઓફની ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. ગુજરાત લાયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર , સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઓફમાં સ્થાન બનાવવા સફળ રહી છે. ગુજરાત 18 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમાંકે છે. (જીત સાથે કેકેઆર પ્લેઓફમાં, હૈદરાબાદ હારીને પણ અંતિમ-4માં પહોંચ્યું).
પ્લેઓફના મુકાબલા
24 મે - ક્વોલિફાયર-1 ગુજરાત વિ. બેંગલોર, બેંગલોર
25 મે - એલિમીનેટર, હૈદરાબાદ વિ. કોલકાતા, દિલ્હી
27 મે - ક્વોલિફાય- 1ની પરાજીત ટીમ વિ. એલિમીનેટર વિજેતા, દિલ્હી
29 મે - ફાઇનલ
પ્લેઓફમાં પહોંચેલ ટીમ
ગુજરાત લાયન્સ - 18 પોઇન્ટ
રોયલ ચેલેન્જર્સ બેંગલોર - 16 પોઇન્ટ
સનરાઇઝર્સ હૈદરાબાદ - 16 પોઇન્ટ
કોલકાતા નાઇટ રાઇડર્સ - 16 પોઇન્ટ
ફરી વિરાટનો જલવો, દિલ્હીને હરાવી બેંગલોર પ્લેઓફમાં
બોલરોના શાનદાર પ્રદર્શન બાદ વિરાટ કોહલીના 45 બોલમાં અણનમ 54 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. આ જીત સાથે બેંગલોર પ્લેઓફમાં પહોંચવા સફળ રહ્યું છે. બીજી તરફ દિલ્હીના પડકારનો અંત આવ્યો છે. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 138 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 18.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
ગેઈલ-ડી વિલિયર્સ સસ્તામાં આઉટ
- શેન વોટ્રસન 14 રન બનાવી આઉટ
- લોકેશ રાહુલે 23 બોલમાં 38 રન બનાવ્યા હતા.
- ક્રિસ ગેઈલ 1 રને મોરિસનો શિકાર બન્યો.
- ડી વિલિયર્સ 6 રન બનાવી ઝહિર ખાનનો શિકાર બન્યો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 139 રનનો પડકાર
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 139 રનનો પડકાર
- ક્રિસ મોરીસના 18 બોલમાં આક્રમક 26 રન
- ડી કોકે શાનદાર બેટીંગ કરતા 52 બોલમાં 5 ફોર અને 1 સિક્સ સાથે 60 રન બનાવ્યા હતા.
- બેલિંંગ્સ 4 રને આઉટ.
- સેમસન 12 બોલમાં 17 રન બનાવી આઉટ થયો હતો.
- કરૂણ નાયર 11 રને ચહલનો શિકાર બન્યો.
- રિષભ પંત 1 રને આઉટ.
- બેંગલોર તરફથી ચહલે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.
- બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
બન્ને ટીમ આ પ્રમાણે છે
દિલ્હી ડેરડેવિલ્સ : ક્વિન્ટોન ડી કોક, રિષભ પંત, કરૂણ નાયર, સંજુ સેમસન, શેન બિલિંગ્સ, કાર્લોસ બ્રેથવેઇટ, ક્રિસ મોરીસ, પવન નેગી, અમિત મિશ્રા, ઝહિર ખાન, જયંત યાદવ.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર : ક્રિસ ગેઈલ, વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, શેન વોટ્સન, લોકેશ રાહુલ, સચિન બેબી, સ્ટુઅર્ટ બિન્ની, ક્રિસ જોર્ડન, ઇકબાલ અબ્દુલા, અરવિંદ, ચહલ.
Comments
Post a Comment