રાધિકા હવે આ દુનિયામાં નથી પરંતુ તેના હૃદય આંખો સહિતના અંગો અજાણ્યા લોકોના શરીર અપાતા જીવત છે રાજકોટ: જેના મોત બાદ તેના અંગોનું દાન કરવામાં આવ્યું હતું એ રાધિકા નામની સ્ટ્ડન્ટનું 10માનું પરિણામ આજે આવી ગયું છે. તેને 82.33 pr આવ્યા છે. ચંદન ઘસાઇને લોકોને સુગંધ આપે છે, એવું જ પ્રેરણાદાયી પગલું મંડલી પરિવારે લીધું હતું. ગઈ 23મી એપ્રિલે 16 વર્ષની પુત્રી રાધિકાનું ટ્યૂમર-હેમરેજથી બ્રેઇનડેડ થતાં તેના હૃદય, લિવર, બંને કિડની અને બંને આંખના દાનનો નિર્ણય કર્યો હતો. હોસ્પિટલના સંચાલકો થકી દર્દીઓનો સંપર્ક કરી અંગોનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. રાધિકાએ 10માં ધોરણની પરીક્ષા આપી હતી જેનું આજે રિઝલ્ટ આવ્યું છે જેમાં તેને 82.33 પીઆર આવ્યા છે. તે ધોરણ 10ની એક્ઝામમાં પાસ થઈ છે પરંતુ મરીને પણ જિંદગીની એક્ઝામમાં એક મહિના પહેલા જ પાસ થઇ ગઈ હતી. આંચકી ઉપડ્યા બાદ રાધિકા બેભાન થઈ ગઈ હતી કેવડાવાડીના ઉત્તમ એપાર્ટમેન્ટમાં રહેતા મનસુખભાઇ મંડલી અને તેના પત્ની ભાવનાબેન નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દંપતીને સંતાનમાં 16 વર્ષની પુત્રી રાધિકા અને 12 વર્ષનો પુત્ર અર્જુન છે. રાધિકા પો...